મોરબી : ૧૪-૧૫ તારીખે ભારે વરસાદની આગાહીનાં પગલે અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સુચના

મોરબી : મોરબીમાં આજે સવારથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. સવારે 7 થી 10 વાગ્યા ની વચ્ચે 9 એમએમ વરસાદ પડ્યો છે. જયારે હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીની વચ્ચે ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ મોરબી કલેકટર દ્વારા તા. ૧૪ અને ૧૫ દરમિયાન ભારે વરસાદની આગાહીનાં સંદર્ભે અધિકારીશ્રીઓને સંબંધિત સુચના આપતા જણાવ્યું છે કે, સરકારનાં હવામાન વિભાગની આગાહી મુજબ ૧૪ જુલાઈથી ૧૫ જુલાઈ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. આથી જિલ્લા વર્ગ ૧ અને ૨નાં અધિકારીઓએ મંજુરી સિવાય હેડક્વાર્ટર ન છોડવું. તેમજ સંભવત ભારે વરસાદની આગાહી અને ભૂતકાળનાં અનુભવ સાથે ડીઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ કાર્યવાહી કરવાની થતી હોય જરૂરી સાધનોની ચકાસણી કરી પૂર્વ તૈયારી કરી લેવા તમામ જિલ્લા અધિકારીઓને નિવાસી મોરબી કલેકટરએ તાકીદ કરી છે.