માળીયા મીયાણા અને મોરબીમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે બેની ધરપકડ

મોરબી : ગત રોજ પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન અને મોરબી એસ.ઓ.જી.પો.સબ ઈન્સ.શ્રી આર.ટી.વ્યાસ સાહેબની સુચનાથી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ માળીયા મીયાણા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જુના દેરાળા ગામેથી આરોપી કેશુભાઇ ભગવાનજીભાઇ મકવાણા જાતે ખવાસ ઉવ.૩પ દેશી બનાવટની મઝલ લોડ બંદુક કી.રૂ.૧૦,૦૦૦/-ની ગે.કા.પાસ પરમીટ કે પરવાના વગર રાખી મળી આવતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી માળીયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ ઉપરાંત મોરબી વાવડી રોડ કે.જી.એન એપાર્ટમેન્ટ પાસેથી આરોપી હસનભાઇ અભરામભાઇ સુમરા ઉવ.પર બાર બોર ડબલ બેરલ બંદુક કી.રૂ.૧પ,૦૦૦/-ની સાથે રાખી લાયસન્સ રીન્યુ નહી કરાવી પરવાના લાયસન્સની શરતોનો ભંગ કરતા આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.