મોરબી : જાહેર માર્ગો પર ઘાસ નાખવા બાબતે ૧૩ વાડા માલિકને નોટીસ

- text


રખડતા ઢોર અકસ્માતો સર્જતા હોવાથી તંત્રનું કડક વલણ : ફોજદારી સુધીનાં પગલા લેવાશે

મોરબીમાં જાહેર માર્ગો પર ઘાસ નાખવા મામલે પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. જાહેર માર્ગો પર જે તે વડા માલિકો ઘાસ નાખતા હોવાથી રખડતા ઢોર ઘણી વખત અકસ્માતો કરતા હોય છે. તેથી પાલિકા તંત્રએ ૧૩ વાડા માલિકોને જાહેર માર્ગો પર ઘાસ ન નાખવા અંગે નોટિસ ફટકારી છે. તેમ છતાં પણ આવા કોઈ બનાવ બનશે તો વાડા માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. તેમજ પાલિકા તંત્રએ ૩૫ ગેરકાયદેસર હોડિંગ્સો હટાવવા માટે હોડિંગ્સ ધારકોને નોટિસ પાઠવી છે.
મોરબીનાં શનાળા રોડ, ઉમીયા સર્કલ, લીલાપર રોડ ઉપર ઘાસનાં વાડા આવેલા છે. અને ત્યાં રખડતા ઢોરનો જમેલો રહે છે. વાડા માલિકો જાહેર માર્ગો પર ઘાસ નાખતા હોવાથી ઘણી વખત ઘાસ ખાવા માટે તે અડિંગો જમાવતા રખડતા ઢોર આસપાસમાં લડી ઝઘડીને આખલા યુધ્ધ કર્તા હોય છે. અને રસ્તે ચાલતા વાહન ચાલકો અને રાહદારીઓ રખડતા ઢોરની હડફેટે ચડી જતાં હોવાથી નાની મોટી ઇજાનો સામનો કરવો પડે છે. ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે. રખડતા ઢોરના નિર્દોષ લોકોનાં જાન જોખમમાં મુક્તા હોવાથી પાલિકા તંત્રએ વાડા માલિકો સામે લાલ આંખ કરી છે. અને શહેરનાં ૧૩ વાડા માલિકોને નોટિસ ફટકારી છે. જેમાં વાવડી રોડ, ઉમિયા સર્કલ, લીલાપર રોડ, વીસીપરા સહિતનાં વાડાનાં માલિકોને નોટિસ ફટકારી છે. જાહેર રોડ પર ઘાસ ન નાખવાની તાકીદ આપી છે. તેમજ વાડાની આસપાસ રખડતા ઢોરથી કોઈ અકસ્માત બનાવો બનશે તો તેની વાડા માલીકો સામે ફોજદારી કાર્યો કરાશે તેવી પાલિકા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. શહેરમાં નગરપાલિકાની હોડિંગ્સબોર્ડની સાઇટો તથા ખાનગી મિલકતો પર મંજૂરી વિના આડેધડ હોડિંગ્સો લાગ્યા હોવાથી પાલિકા તંત્રએ ૩૫ ગેરકાયદેસરહોડિંગ્સ હટાવવા માટે હોડિંગ્સ ધારકોને નોટિસ પાઠવી છે.

- text

- text