શકત શનાળા પ્લોટ શાળામાં ગ્રુપ ઓફ વૃંદાવનનું પ્રેરણાદાયી કાર્ય

આજ રોજ શકત શનાળા પ્લોટ શાળામાં “ગ્રુપ ઓફ વૃંદાવન” દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને બટુક ભોજન કરાવી તમામ બાળકોને એક નોટબુક અને એક પેન પ્રોત્સાહક ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ પ્રસંગે ગ્રુપ ઓફ વૃંદાવનના કન્વીનરશ્રી નિલેશભાઈ પરમાર તથા ગ્રુપના અન્ય સભ્યોએ જાતે રસોઈ બનાવી બાળકોને જમાડેલી તથા પોતાના વરદ હસ્તે પ્રોત્સાહક ભેટ આપેલી હતી.
આ અવસરે શાળા પરિવાર વતી શાળાના શિક્ષકશ્રી હર્ષદભાઈ મારવણીયાએ “ગ્રુપ ઓફ વૃંદાવન”ની પ્રેરણાદાયી કામગીરીને બિરદાવેલ તથા શાળાના આચાર્યશ્રી મહેશભાઈ રામવાતે આભાર પ્રગટ કરેલો હતો.⁠⁠⁠⁠