ભારત સેવક સમાજ દ્વાર ૮૨મો કેમ્પ હળવદ ખાતે સફળતાપૂર્વક યોજાયો

- text


હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ભારત સેવક સમાજ અને આદર્શ બેંકના સંયુક્ત ઉપક્રમે નિ:શુલ્ક નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો કેમ્પ યોજાયો.

પ.પૂ. શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને ભારત સેવક સમાજ, સુ.નગર આદર્શ કો.ઓપ.બેંક.લી દ્વારા વિનામૂલ્યે નેત્રયજ્ઞનું હળવદ સરકારી દવાખાના ખાતે આજરોજ સવારે ૯થી૧ કલાકે આયોજન થયેલ હતું. જેમાં પ.પૂ. શ્રી સદગુરુ રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના આંખના ખ્યાતનામ ડોક્ટરે આંખના દર્દીની તપાસ કરી અને મોતિયાના દર્દીને ઓપરેશન માટે રાજકોટ શિફ્ટ કરેલા અને તમામ સારવાર આપી હળવદ પરત સ્પેશિયલ વાહન દ્વારા પહોચાડવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં મોતિયાના ૨૦ દર્દીઓએ લાભ લીધો. જેમાથી ૫ દર્દીઓને જાલંધર યોગ પધ્ધતિ દ્વારા દુખતા-સડી ગયેલા દાંત પાડી પીડા મુકત કરવામાં આવ્યા છે. મણકાના રોગના દર્દીઓ માટે કોરીયા કેપની દ્વારા ૩૪ મણકાની મસાજ દ્વારા સરવારનો ૬૦ દર્દીઓએ લાભ લીધો. ૪૫ દર્દીઓએ એક્યુપ્રેશર સરવારનો લાભ લીધો. બ્લડપ્રેશર અને ડાયાબિટીસની પ્રાથમિક તપાસ ૩૦ દર્દીઓએ કરાવી. આંખના ૭૫ દર્દીઓએ તપાસ કરાવી જેમાંથી ૨૦ દર્દીઓને વધુ સારવાર માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સૌ નવયુવાનો અને સામાજિક કાર્યકર્તાએ જહેમત ઉઠાવી હતી.

- text