ટંકારા : જામનગર હાઈવે બંધ : ખાખરા પાસે કોઝવેમાં ડૂબતા ૩ લોકોને બચાવાયા : લક્ષ્મીનારાયણ વિસ્તારમાં ૫ લોકોને બચાવવાની કામગીરી ચાલુ

- text


સમગ્ર મોરબી જિલ્લા પર મેઘ તારાજીનાં પગલે તંત્રનું હાઈએલર્ટ : રેસ્ક્યુ ટીમ સહિત અધિકારીઓ એક્શનમોડમાં ખડેપગે

મોરબી : ટંકારા તાલુકો જળબંબાકાર થતા ખાખરા ગામ ડેમમાં પાસે પાણીનાં ધસમસતા પ્રવાહમાં ત્રણ લોકો ડૂબ્યા હતા. જેને મામલતદાર, ડેપ્યુટી કલેકટર અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમે આબાદ બચાવી લીધા છે. વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાતા તંત્ર ખડેપગે આવી એક્શન મોડમાં આવી ગયું છે પરંતુ સતત વરસતા વરસાદ અને પાણીનાં વધતા જતા પ્રવાહને કારણે લોકોનાં શ્વાસ અદ્ધરતાલ છે. મોરબી કલેકટર શ્રી દ્વારા કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવી સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવવા ઝડપી પગલા લેવાનું શરૂ કરી દીધું છે.
મોરબી અપડેટને હાલ પ્રાપ્ત વિગત મુજબ ટંકારાનાં લક્ષ્મીનારાયણ અને ઝૂમઝૂમ વિસ્તારમાં ૫ લોકો પાણીમાં ફસાયા છે. જેને તંત્ર દ્વારા બચાવવાની મથામણ ચાલુ છે. આ ઉપરાંત લતીપર બંગાવડી ડેમ ઓવરફલો થતા આ ડેમનું નાળું ટંકારા જામનગર હાઈવે પર આવતું હોવાથી ટંકારા – જામનગર હાઈવેને બંધ કરવામાં આવ્યો છે.
જયારે મોરબી જિલ્લા માં ક્યાંય વધુ વરસાદ હોય કે કોઈ વ્યક્તિ ફસાઈ ગઈ હોય તો મદદ માટે જિલ્લા કંટ્રોલ 02822 243300નો સંપર્ક કરવા કલેક્ટરે અપીલ કરી છે.

- text