મોરબી : વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા : લાખો રૂ.ની વેટ ચોરી ઝડપાઈ

સૂત્રો માંથી મળતી માહિતી મુજબ મોરબીમાં વેટ વિભાગ દ્વારા ત્રણ પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ૨ સ્થળે તપાસ પૂર્ણ થતા ૧૨ લાખ ૭૭ હજારની વેટચોરી ઝડપાઈ છે. વેટવિભાગના ડે.કમિશનર સહિતની ટીમે રાજકોટ અને મોરબીની એક પેઢી એમ મળીને કુલ ત્રણ સ્થળે તપાસનો ધમધમાટ ચલાવ્યો હતો. તપાસના અંતે એસ.વી. પેકેજીંગ નામની પેઢીમાંથી રૂ.૫ લાખ ૦૭ હજાર અને ગ્લોકીન કોટેક્સમાંથી ૭ લાખ ૭૦ હજારની વેટચોરી પકડવામાં આવી હતી તથા અન્ય પેઢીમાં હજુ તપાસ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમયબાદ વેટ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે તેમજ લાખો રૂપિયાની વેટ ચોરી ઝડપી છે.⁠⁠⁠⁠