મકનસર પાસે અજાણ્યા વાહન હડફેટે સગીરનું મોત

- text


ગોકુલનગરમાં રહેતો રબારી સગીર રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ : વહેલી સવારનો બનાવ

મોરબી : મોરબી – વાંકાનેર હાઇવે પર કોઈ પણ જાતના નીતિ નિયમો વગર આડેધડ ચાલતા વાહનોના કારણે અનેક માનવ જિંદગીનો ભોગ લેવાય છે. ત્યારે આજે વહેલી સવારે મકનસર પાસે અજાણયા વાહને રબારી સગીર યુવાનને હડફેટે લેતા તેનું કરું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
મકનસર પાસે ગોકુલનગરમાં રબારીવાસમાં રહેતા 16 વર્ષના મયુર રમેશભાઈ આલ આજે વહેલી સવારે હાઇવે ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર પાટ ઝડપે આવી રહેલા અજાણયા વાહને મયુરને હડફેટે લેતા તેનું કરું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

- text

- text