મોરબી : ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં યોગ વીકની ઉજવણી

- text


મોરબી : ૨૧ જુન વિશ્વ યોગા દિવસ નિમિત્તે મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં યોગ વીકની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ  વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા અંગેની જાગૃતિ લાવવાનું તેમજ જીવનમાં યોગ અને ધ્યાનનું મહત્વ સમજાય તે છે. આમ સમગ્ર વીક દરમ્યાન યોગ, આસન, ધ્યાન, પ્રાણાયામ વિષયો પર ચર્ચા, કસરત અને સામૂહિક યોગ કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ધોરણ ૧થી૧૨ના ૧૩૪૦થી વધારે વિદ્યાર્થીઓ વીક દરમિયાન યોગને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે. આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગ મોરબી સેન્ટરના મુખ્ય કાર્યકર્તાઓ ડો.સંજયભાઈ બાલુગરીયા, શ્રી પરેશભાઈ ભટ્ટ, શ્રી નિલેશભાઈ કડીવારે તથા શ્રીમતિ શિતલબેન કડીવારે બાળકોને યોગાસન, સૂર્યનમસ્કાર તથા ધ્યાન અંગેની સમજ અને તાલીમ આપી રહ્યા છે. આ સમગ્ર કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

- text