હળવદ : શ્રી રણજીતગઢ પ્રા.શાળામાં ગ્રામ કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાયો

- text


હળવદ : તાલુકાની શ્રી રણજીતગઢ પ્રા.શાળામાં ગ્રામ કક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો, વાલીઓ અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં હળવદ તાલુકાનાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ, એરવાડીયા સાહેબ, ગ્રામપંચાયતના સરપંચશ્રી અને સભ્યો તેમજ SMCના સભ્યોએ હાજરી આપી હતી. સમગ્ર યોગ નિદર્શનનું સંચાલન શાળાનાં શિક્ષક શ્રી પી.ટી.કણજારિયા સાહેબે કર્યું હતું. કાર્યક્રમના અંતે બધાને શરબત પીવડાવવામાં આવ્યું હતું. આમ ઉત્સાહભેર સમગ્ર ગ્રામવાસીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી.

- text