મોરબી : શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા વિદ્યાર્થી સમ્માન સમારોહ અને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન

- text


મોરબી શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા તા.૨૨ જુલાઇના રોજ સાંજે ૭:૩૦ કલાકે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓએ પરિણામની નકલ સાથે નામ નોંધણી કરવાની રહેશે. જેમાં પરિણામની નકલની પાછળ પુરુ નામ, સરનામું, ફોન નંબર લખી તા ૩૦ જૂન સુધી પરિણામ ન્યુ પ્રજાપત – ભાવેશભાઈ મૈજડીયા મો. ૯૯૦૪૦૩૧૦૧૪, પ્રજાપત ટાઇલ્સ – બચુભાઈ ઘુમલિયા મો.૯૯૨૫૬૭૨૯૫૦, સંદેશ ઓફિસ- વિપુલ પ્રજાપતિ મો.૯૯૧૩૦૫૩૨૪૯, રવાપરમાં અમિત વારેવડીયા મો. ૯૫૮૬૬૨૪૭૦૮, સાયન્સ કૉલેજ ધર્મેન્દ્ર્ભાઈ ઉભડીયા મો. ૯૮૨૪૬૩૫૮૩૪, વરિયાનગરમાં ડો.ચેતન વારેવડીયા મો. ૯૯૦૯૯૮૮૭૧૪, સો ઓરડીમાં (શાંતિ કલીનીક) યોગેશ બદ્રખીયા મો.૯૫૧૨૨૨૩૬૦૨, ટંકારામાં શાંતિલાલ નારણિયા મો. ૯૬૨૪૨૯૪૭૭૭, હળવદમાં ડો.પ્રવીણ વડાવિયા મો. ૯૮૭૯૪૨૦૦૩૫ અને મકનસરમાં જાદવજીભાઈ ભોરણીયા મો.૯૯૭૪૬૭૫૦૫૮ નંબર પર સંપર્ક કરી પહોંચડવાનાં રહેશે.
આ ઉપરાંત તા.૧૮ જૂન અને ૨૫ જૂનના રોજ સાંજે ૪થી ૭ વાગ્યા દરમિયાન વરિયા મંદિર, સો-ઓરડી મોરબી ખાતે ધોરણ ૧થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને રૂ.૨૦ના રાહત દરે ૪ ફૂલસ્કેપ બુકનું વિતરણ કરવામાં આવશે. જેના માટે વિદ્યાર્થીઓએ પરિણામની નકલ અથવા અસલ સાથે રાખવી. આમ. ફૂલસ્કેપ બુક વિતરણ કાર્યક્રમની તમામ જ્ઞાતિજનોએ નોંધ લેવી તેવું શ્રી વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ મોરબી દ્વારા સૂચવવામાં આવ્યું છે.

 

- text