અવસાન નોંધ : મોરબી ઘડિયાળ ઉદ્યોગના મોભી રજુભાઇ મહેતાનું નિધન

મોરબી: મોરબીના ઘડિયાળ ઉદ્યોગમાં મોભી ગણાતા મહેતા કલોક વાળા રજનીભાઇ (રજુભાઇ) જયન્તીલાલ મહેતા તે કુમારભાઈ, શારદભાઈ, બીપીનભાઈ તથા પ્રફુલાબેન અશોકભાઈ દોશી,અને આશાબેન ગીરીશભાઈ દોશી ના ભાઈ અને ચી.અંકિત તથા ચી.રુચિતાના પિતા અને હરસુખલાલ અભેચંદભાઈ વોરાના જમાઈ ગઈકાલે અરિહંતશરણ પામ્યા છે. ખુબ જ મિલનસાર સ્વભાવ ધરાવતા રજુભાઇના નિધન થી લાતી પ્લોટના ઘડિયાળ ઉદ્યોગમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ગઈકાલે બપોરે યોજાયેલ સદગત ની અંતિમયાત્રામાં જોડાઈ સગા સ્નેહીજનોએ સદગત ને શ્રધાંજલી પાઠવી હતી. સદગત નું ઉઠમણું 15-06-2017ને ગુરુવારે સાંજે 4.30 કલાકે સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,સોનીબજાર મોરબી ખાતે રાખવામાં આવેલ છે.