પીપળી : સ્વસ્તિક સંકુલમાં ઈતિહાસનાં પ્રકરણને અનેરી રીતે ભણાવાયું

- text


મોરબી : બાળકોને વિવિધ પ્રવૃત્તિઓથી શીક્ષણ મેળવવામા વધારે આનંદ આવતો હોય છે. જ્ઞાન સાથે ગમ્મતનાં હેતુસર આજ રોજ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પીપળી ખાતે ધોરણ ૬માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રથમ પ્રકરણ (ઈતિહાસ જાણવાના સ્રોત)નો વિદ્યાર્થીઓએ જુદી રીતે રસપૂર્વક અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ સમાચાર પત્રો, પુસ્તકો અને ઐતિહાસિક સામયિકોમાંથી ઇતિહાસને લગતા લેખો અને ચિત્રોનુ કટીંગ અને માહિતી એકત્ર કરીને ઈતિહાસની સંગ્રહપોથી બનાવી હતી. આ શાળાકીય પ્રવૃત્તિના માર્ગદર્શક તરીકે શાળાનાં જ શીક્ષક શ્રી કુલદિપ જેઠલોજાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

- text