માળીયા (મિ.) નગરપાલિકા કચેરીને તાળા મારી ચાવી કલેક્ટરને સોંપી દેવાઈ

- text


ચીફ ઓફિસર છેલ્લા ચાર માસથી પાલિકા કચેરીમાં નહીં આવતા પાલિકાની બોડી અને કર્મચારીઓ એ સાથે મળી જિલ્લા કલેક્ટર ને કરી રજુઆત : કલેક્ટરે બે દિવસમાં યોગ્ય કરવાની આપી ખાત્રી

માળિયા મી. નગરપાલિકામાં ચીફ ઓફિસરની સતત ગેરહાજરી બાબતે આજે પાલિકાની બોડી અને કર્મચારીઓએ સાથે મળી જિલ્લા કલેક્ટર ને રજુઆત કરવાની સાથે માળીયા (મિ.) નગરપાલિકા કચેરીને તાળા મારી ચાવી કલેક્ટરને સોંપી દઈ આક્રોશ વ્યકત કર્યો હતો.

- text

આ અંગે મોરબી જિલ્લા કલેક્ટરને અરજી કરી જણાવવામાં આવ્યું છે કે, માળિયા મી. ચીફ ઓફિસરે જ્યારથી નગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ દિવસ સુધી નગરપાલિકા કચેરીએ હાજર રહેલા જ નથી, જ્યારે કોઈ કાર્ય હોય ત્યારે સાહેબ તરફથી એવો જવાબ મળે છે કે, હું માળિયા નથી. કામ હોય તો મોરબી આવો. આથી નગરજનોને કામ હોય માળિયાથી મોરબી જવું પડે છે. જ્યારે રસ્તા પર કપચી અને મેટલ નાખવાનું કાર્ય અમારા દ્વારા કરવામાં આવેલું હોય નાની મોટી સહી કે મંજુરી લેવા વારંવાર મોરબી ધક્કા ખાવા પડે છે. આ ઉપરાંત જુના બીલો પણ ચૂકવાયા નથી.
નગરપાલિકા કર્મચારીઓને પણ પગાર ચૂકવાયો નથી. પગાર લેવા મોરબી બોલાવવામાં આવે છે. અમે ચુંટાયેલું માળખું હોય પ્રજાના વિકાસ કામો કરવા આડે ચીફ ઓફિસરનું વલણ બાધારૂપ બને છે. પરિણામે પ્રજા પરેશાન થઈ સમસ્યાનો ઉકેલ આવતો નથી. આથી આ અંગે ઘટતું કરવાની રજૂઆત માળિયા મી. નગરપાલિકાએ કરી છે. જેની સામે કલેક્ટરે બે દિવસ માં નિર્ણય કરવાની ખાત્રી આપી છે.

 

- text