માળિયા (મી.) : હરિપર ગામે શાળાપ્રવેશોત્સવ ઉજવાયો

- text


દેવ સોલ્ટ કંપની પરિવાર દ્વારા શાળામાં નવા પ્રવેશેલા બાળકોને સ્કૂલબેગ તથા ભણતરનાં સાધનોનું વિતરણ

મોરબી જિલ્લાનાં પછાત એવા માળીયા મી. તાલુકાના છેવાડાનાં હરિપર ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ખટાણા સાહેબ, ડીડીઓ શ્રી કુવાડીયા સાહેબ, મામલતદાર શ્રી રબારી સાહેબની ઉપસ્થિતિમાં ૧૯ જેટલા નવા બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. આ બધા જ બાળકોને સરકારી અધિકારીઓ, બાજુમાં જ આવેલી કંપની દેવ સોલ્ટનાં અધિકારીઓ તેમજ ગામજનો વતી મીઠો આવકાર આપી શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે દર વર્ષની માફક દેવ સોલ્ટ પરિવાર દ્વારા શાળામાં નવા પ્રવેશેલા બાળકોને સ્કૂલબેગ તથા ભણતરનાં સાધનોનું વિતરણ તેમજ શાળાનાં દરેક બાળકને દેવ સોલ્ટ દ્વારા બિસ્કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
દેવ સોલ્ટ કંપની વતી સીઆરએસ ઓફિસર શ્રી વિવેક ધ્રુણા, ડીજીએમ જય પરવાર સાહેબ તેમજ રમજાન જેડા અને કમલેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે શાળાનાં બાળકોએ સ્વાગત ગીત અને યોગનું પ્રદર્શન મહેમાનો સમક્ષ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના પ્રિન્સીપાલ અને શિક્ષકગણે જહેમત ઉઠાવી હતી.

- text

- text