વાંકાનેર : બાઈક સ્લીપ થતાં પતિને ઈજા, પત્નીનું મૃત્યુ

- text


વાંકાનેર : સોખડા રોડ પર નાકરાવાડી ગામ પાસે બાઇસ્લીપ થતા કોળી દંપતીને ઇજા થઇ હતી જેમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અને પતિને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. મોરબી અપડેટને પ્રાપવિગત મુજબ વાંકાનેરના પંચાસર રોડ પર પરમેશ્વર પોટરી ખાતે રહેતા ગણેશભાઇ સવજીભાઇ ડાભી ઉ.વર્ષ ૫૫અને પત્ની રસીલાબેન ઉ.વર્ષ. ૫૦ બંન્ને ગઇકાલનાં રોજ જી.જે ૩૬ઇ-૩૨૯૮ નંબરના મોટર સાયકલમાં બેસી રાજકોટથી વાંકારને જતા હતા ત્યારે સોખડા રોડ નાકરાવાડી ગામ પાસે વણાંક વાળવા જતા બાઇક સ્લીપ થતા બંન્ને ફંગોળાઇ જતાંપત્ની રસીલાબેનને ગંભીર ઇજા થતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નિપજ્યું હતું જ્યારે પતિ ગણેશભાઇને ઇજા થતા રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text

- text