વાંકાનેર: એકતા ગૃપ દ્વારા કોલ્ડ પેટીનું સરકારી હોસ્પિટલમાં દાન

- text


વાંકાનેર : એકતા ગૃપને દાતાના સહયોગથી પ્રાપ્ત થયેલી ”કોલ્ડ પેટી” સરકારી હોસ્પીટલમાં અર્પણ કરવામાં આવી હતી. વાંકાનેરમાં કોમી એકતાનું ઉદાહરણ એવુ એકતા ગ્રુપ તેમની પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બીનવારસી સબને અંતિમ સંસ્કારની વિધી તેના રીત-રીવાઝ મુજબની કાર્યવાહી ઘણા વર્ષોથી કરે છે. ત્યારે ઘણી વખત પોલીસ તંત્રને મળતાઅજાણ્યા સબને તેના નિતીનિયમ મુજબ વાલી વારસની શોધખોળની કાર્યવાહી ચાલતી હોય ત્યારે અમુક દીવસસુધી સાચવવી પડતી હોય છે. ઘણીવાર કોઇના પરિવારમાં દુઃખદ ઘટના બની હોય અને કોઇનું મૃત્યુ થયુ હોય અને તેના સ્વજનો બહારગામ હોય તેને આવતા અમુક દીવસો લાગે તેમ હોય ત્યારે પણ આ ”કોલ્ડપેટી”ઘણી ઉપયોગી બની રહે તેમ છે. ડેડબોડી (લાશ) સાચવવા માટેની ”કોલ્ડ પેટી” સમાજ સેવાનું કાર્યકરતા એકતા ગ્રુપને મળતા તેને જરૂરી લાઇટીંગ ફીટીંગ સહીતનું કાર્ય પૂર્ણ કરાવી વાંકાનેરની સરકારી હોસ્પીટલના પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવા માટે અર્પણ કરવામાં આવેલી ત્યારે આ કાર્યક્રમ પૂર્વ નગરપ્રમુખ જીતુભાઇ સોમાણીની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જેમાં પૂર્વનગર સેવક ઇરફાન બ્લોચ, વાંકાનેર હોસ્પીટલના અધીક્ષક ડો.ગોસાઇ, એકતા ગૃપના વડીલ અને સર્વેના માર્ગદર્શક એવા નિવૃત શિક્ષક દલપતગીરી ગોસ્વામી, રઘુવંશી યુવા વેપારી અને સમાજ સેવક બકુલભાઇ રાજવીર, શહેર-ભાજપ પ્રમુખ દિનુભાઇ વ્યાસ, મોરબી જિલ્લા યુવા-ભાજપ મહામંત્રી ચેતનગીરી ગોસ્વામી, મનુભાઇ અણદાણી, આર.ટી.કોટક,સરફરાજ મકવાણા, રફીક ચૌહાણ બહાદુરભાઇ અણદાણી,ચિરાગ સોલંકી, મહેન્દ્રભાઇ પટેલ, ધીરૂભાઇ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text