મોરબી : સામાકાંઠે વહેલી સવારે ઘરમાં આગ લાગી

- text


કોમ્પ્યુટરમાં શોર્ટસર્કીટથી લાગેલી આગમાં કોઈ પ્રકારની જાનહાનીનાં સમાચાર નથી

મોરબી : સમાકાઠા વિસ્તારમાં આવેલી નિત્યાનંદ સોસાયટીમાં રેહતા અને તલાટી મંત્રી તરીકેની ફરજ બજાવતા જયંતીભાઈ મિયાત્રા ઘરનાં પહેલાં માળે આજ વહેલી સવારે કોઈ કારણોસર આગ લાગી હતી. આગ લાગ્યાની ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબી અપડેટને અંગત સૂત્રો પાસેથી આ ઘટના અંગે મળેલી વિગતો મુજબ જયંતીભાઈ અને તેમનો પરિવાર ઘરમાં નીચેના માળે સૂતો હતો ત્યારે આજે વહેલી સવારે ૬ વાગ્યાની આસપાસ ઘરનાં પહેલાં માળના એક રૂમમાંથી ધુમાડા નીકળતા હતા. જે સમગ્ર વાતથી પરિવાર અજાણ બની ઘસઘસાટ નિદ્રામાં હતો. આગના ધુમાડા તીવ્ર બનતા પાડોશી હરકતમાં આવી જયંતીભાઈ અને આખો પરિવારને ઉઠાડ્યા. તુરત જ મિયાત્રા પરિવારનાં સભ્યો ઘરની બહાર દોડી આવી ફાયર વિભાગને જાણ કરી. જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
પ્રાથિમક માહિતી મુજબ પેહલા માળે રાખેલાં કોમ્પ્યુટરમાં શોર્ટ સરકીટ થવના લીધે આગ લાગી હતી. આગ લાગવાના કારણે કોમ્પ્યુટર અને અન્ય વસ્તુઓ બળીને ખાખ થઇ હતી. જોકે આ ઘનતામાં સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી.

- text