હળવદ : સરકારશ્રીની લોકકલ્યાણની યોજના બની સ્થાનિક ખેડૂતો માટે અડચણ!


નર્મદા નીરનાં સબ કેનાલનાં માર્ગની કામગીરી અટકાવવા સ્થાનિક જમીનદારોની સરકારી અધિકારોને અરજ

હળવદતા. ૧૨.
મોરબી જિલ્લાનાં હળવદ તાલુકાનાં રણજીતગઢ ગામે પાણીની તંગી નહી પરંતુ ખેડૂતો અને ગ્રામવાસીઓને ચોવીસ કલાક પાણી મળી રહે તે હેતુસર મુખ્ય કેનાલમાંથી સબ કેનાલ નાખવાની સરકારશ્રીની લોકકલ્યાણકરી સુવિધા અડચણ અને સમસ્યાનો પ્રશ્ન બની છે. નર્મદા નીરની નાખવામાં આવનાર નવી સબ કેનાલ ખેડૂતો માટે સમસ્યાનો વિષય બનતા સ્થાનિક ખેડૂત પિયુષ પટેલ તથા અન્ય ખેડૂતો અને ગ્રામવાસીઓ તરફથી સરદાર સરોવર નિગમ અને સુરેદ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને મુખ્ય કેનાલમાંથી નીકળતી સબ કેનાલ ખેડારીયા માઈનોર, નવા ઘનશ્યામગઢ, તથા અજીતગઢ ગામની સુવિધા અટકાવવા અને કામગીરી બંધ કરવા બાબત લેખિતમાં અરજી પાઠવવામાં આવી છે.
નર્મદા યોજના અંતર્ગત ઠેરઠેર પાણી પહુંચાડવાના આશયથી નાખવામાં આવતી સબકેનાલ ધાંગ્રધ્રા ગામમાંથી હળવદ તાલુકાનાં રણજીતગઢ પાસે આવે છે. જો નાખવામાં આવનાર આ સબકેનાલ ખેડૂતોની જમીનમાંથી પસાર થાય તો જગતનાં તાતની આજીવિકા સાથે જમીન નાનાનાના ટુંકડાઓમાં વહેચાઈ જશે. આથી સ્થાનિક ખેડૂતોએ સરકારી અધિકારીશ્રીઓને અરજી લખી જણાવ્યું હતું કે, ખેડૂતોની જમીન બ્રાહમણી યોજના હેઠળ પિયત થાય જ છે. એટલે વધારાનાં પાણીની જરૂરીયાત નથી. આમ છતા જો નર્મદા યોજનાની સુવિધા સરકાર ઉપલબ્ધ કરાવવા જ માગતી હોય તો બ્રાહમણી જનસિંચન યોજનાનાં સબકેનાલમાં પાણી છોડી સિંચાઈ અને નર્મદાનાં નીરનો લાભ ચોવીસ કલાક ખેડૂતો અને ગ્રામવાસીઓને આપી શકે છે. નર્મદા નીર માટે નવી કેનાલ નાખવાની યોજના સમય અને નાણાનાં દુર્વ્યય હોવાની વાત ખેડૂતોએ અરજીમાં જણાવી જવાબદાર અધિકારીશ્રીઓને ઘટતું કરવા જણાવ્યું હતું,