હળવદ : સ્લમ વિસ્તારના બાળકોને આઈસ્ક્રીમ ખવડાવીને જન્મદિનની ઉજવણી

 

હળવદ : લોકો જન્મદિનની ઉજવણીમાં લાખો રૂપિયા ખર્ચ કરતા હોય છે. જયારે મોરબીના હળવદ તાલુકાના ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા ગ્રુપના સભ્ય જયેશભાઈ ભલગામાએ પોતાની ઈચ્છાનુસાર જન્મદિન નિમિતે સ્લમ વિસ્તારના બાળકોને આઈસ્ક્રીમ અને ગુલ્ફી ખવડાવીને ઉજવણી કરી હતી. જે સમાજને નવું ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રોજેક્ટના દાતા જયેશભાઈ ભલગામાએ જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ બાળકોને આઈસ્ક્રીમ ખવડાવીને જે આનંદની અનુભૂતિ થઇ છે તેની મજા જ અલગ છે. આ સેવા કાર્યમાં ગ્રુપના ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, અન્ય સભ્યો અનુક્રમે વિશાલ લખતરીય, અમન ભલગામા, અશોકભાઈ પટેલ, રાકેશ ચાવડા, હરેશ સોનગ્રા, વસંતભાઈ પટેલ વગેરે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.