મોરબીમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન યોજાયા…

 

મોરબીમાં પ્રજાપતિ યુવા ગ્રુપ દ્વારા ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું. કામધેનુ પાર્ટી પ્લોટ ની બાજુ માં ભવ્ય રીતે યોજાયેલા આ સમૂહલગ્નમાં 5 યુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા. યુગલો ને ભાગવત ગીતા સહિત ની 50 થી વધુ ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ કરિયાવર આપવામાં આવી હતી. આ તકે શક્તિધામ હળવદ થી દલસુખ મહારાજ, ભાણજીભાઈ વારીયા, નિવૃત જજ એ.સી. પ્રજાપતિ, નાયબ મામલતદાર સતાની,મહિલા પીએસઆઇ વરીયા સહિતના સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. આયોજક યુવાનો દ્વારા સમાજ માં વ્યસન મુક્તિ ની જાગૃતિ માટે વિવિધ પ્રદશન પણ ગોઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રજાપતિ સમાજના ઇતિહાસ અને માટી કલાકારીને ઉજાગર કરતા પ્રદર્શનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના પ્રથમ સમૂહલગ્ન ને સફળ બનાવવા યુવા ગ્રુપ ના અમિતભાઇ પ્રજાપતિ, જયદીપ મચ્છોયા, ભરત પ્રજાપતિ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.