પોલીસ ભરતીની તૈયારી કરો છો? તો આ તક ચૂકશો નહીં: પોલીસ પરીક્ષા અંગે ફ્રી માર્ગદર્શન સેમિનાર 

- text


Morbi: શહેરની નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા તારીખ 28 એપ્રિલના રોજ સવારે 9 થી 11 કલાકે શનાળા રોડ પર આવેલા સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ ખાતે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તા પ્રતિક કાછડિયા તેમજ જગતદાન ગઢવી દ્રારા માર્ગદર્શન આપવામાં આવશે.

- text

આ સેમિનારમાં ભાગ લેવા માટે 97272 47472 પર whatsup કરી પોતાનું નામ નોંધાવી શકો છો. મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે. વિશેષ ઉપસ્થિતિમાં નાયબ પોલીસ અધિક્ષક (DySP) સમીર સારડાસર પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

 

- text