મોરબીમાં ઓનલાઇન-ઓફલાઈન વરલી રમતા બે ઝડપાયા, 2 ફરાર 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે સિપાઈ વાસ અને સાવસર પ્લોટમાં બે અલગ અલગ દરોડામાં વરલી મટકાનો વોટ્સએપ મારફતે ઓનલાઇન કપાત કરાવીને તેમજ ચિઠ્ઠી લખીને ઓફલાઈન કપાત લઈ વરલી મટકા રમતા અને રમાડતા બે શખ્સને ઝડપી લઈ બે કપાત લેનારના નામ ખોલાવી ચાર ઈસમો સામે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં સિપાઈવાસમાંથી કંદોઈ કામ કરતા આરોપી રોનકભાઇ વિમલભાઇ મકવાણાને જાહેરમાં કાગળની ચીઠ્ઠીમા જુદા જુદા ગ્રાહકો સાથે સંપર્ક કરી વર્લીફીચરના નશીબ આધારિત આંકડા લખાવતા ઝડપી લઈ રોકડા રૂપિયા 4200 કબ્જે કરી કપાત લેનાર આરોપી ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ ઉર્ફે બાબુભાઇ જુનાણી રહે.લગધીરવાસ વાકાનેર દરવાજા પાસે મોરબીવાળાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

- text

જયારે બીજા દરોડામાં પોલીસે સાવસર પ્લોટમાંથી આરોપી નાનજીભાઇ રત્નાભાઇ તાવીયાડ રહે.ગોકુળનગર લાઇન્સનગર જી.ઇ.બી. પાસે મોરબી વાળાને જાહેરમા વર્લી ફીચરના આકડા મોબાઇલમા ટાઇપ કરી આરોપી હનીફ રહે.મોરબીને વોટ્સએપમાં મોકલતા રંગે હાથ પકડી પાડી 360 રોકડા અને 4000નો મોબાઈલ ફોન કબ્જે કરી આરોપી હનીફને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text