મોરબીના રાજપર કુંતાસી ગામે પાંચ જુગારી પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકાના રાજપર કુંતાસી ગામે ગામની સીમમાં હાસલાવાળી તળાવના કાંઠે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આરોપી રસીકભાઇ થોભણભાઇ પનારા, જંયતીભાઇ શિવાભાઇ માંડવિયા, વિજયભાઇ ઉફૈ ભુપતભાઇ દેવજીભાઇ નાટડા, જયેશભાઇ કાળુભાઇ પાંચીયા અને કાદરભાઇ એહમદભાઇ બુખારીને રોકડા રૂપિયા 33,600 સાથે તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text