મોરબીમાં પત્ની સાથે બોલાચાલી થતા નેપાળી યુવાને ગળેફાંસો ખાઈ લીધો

- text


મોરબી : મોરબીના આલાપ રોડ ઉપર પટેલ નગરમાં આશિષ એપાર્ટમેન્ટમાં રહેતા પરેકભાઈ દુર્ગાભાઈ બીકે ઉ.28 નામના યુવાનને તેમના પત્ની સાથે મોબાઈલ ફોનમાં કોઈ બાબતે બોલાચાલી થયા બાદ લાગી આવતા એપાર્ટમેન્ટના રૂમમાં સીસીટીવી રાખવાના ડીવીઆર સ્ટેન્ડના એન્ગલ સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text