ટંકારા નજીક દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે રાજકોટનો યુવાન પકડાયો

- text


ટંકારા : ટંકારા નજીક અમરાપર – ટોળ રોડ ઉપરથી ટંકારા પોલીસે સીએનજી રીક્ષા નંબર જીજે – 23 – યુ -4403માં 160 લીટર દેશી દારૂ ભરીને નીકળેલા આરોપી ભરત હરિભાઈ જાડેજા રહે.કુબલિયાપરા રાજકોટ વાળાને ઝડપી લઈ 50 હજારની રીક્ષા તેમજ રૂપિયા 3200નો દેશી દારૂ મળી 53,200નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. વધુમાં આરોપીએ દેશી દારૂનો આ જથ્થો આરોપી ફરીદાબેન રહે.ચિરોડા તા.ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ફરીદાબેનને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

 

- text