મોરબીમાં સમડી ઝળકી, વૃધ્ધાના ગળામાંથી ચેનની ચિલઝડપ

- text


મોરબી : સમૃદ્ધ મોરબી શહેરમાં ગઠિયાઓએ મુકામ કર્યો હોય તેવી સ્થિતિ વચ્ચે વૃદ્ધ ખેતમજૂરને રીક્ષામાં બેસાડી રોકડ સેરવી લેવાયાની ઘટના બાદ ગત તા.24ના રોજ મોરબીના આલાપ રોડ ઉપર નવજીવન પાર્કમાં ઘર પાસે બેઠેલા વૃધ્ધાના ગળામાંથી ચેનની ચિલઝડપ કરી નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે, જો કે, છ દિવસ પહેલાની ઘટનામાં ગઈકાલે ગુન્હો દાખલ થતા સમડી પોલીસની હાથવેંતમાં હોવાના સંકેત પણ મળી રહ્યા છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આલપ રોડ ઉપર નવજીવન પાર્કમાં રહેતા મંજુલાબેન કાંતિભાઈ દેત્રોજા ઉ.60 નામના વૃધ્ધાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.24 એપ્રિલના રોજ તેઓ પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યો ચોર ઇસમ મોટર સાયકલ લઈને આવ્યો હતો અને ગળામાંથી 16 ગ્રામ સોનાનો ચેઇન કિંમત રૂપિયા 100000નો ઝૂંટવી નાસી ગયો હતો. બનાવ અંગે પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text