ટંકારાના લજાઈ ગામે એક સાથે 13 વાહનોમાંથી બેટરી ચોરાઈ ગઈ

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે પાર્ક કરવામાં આવેલા અલગ અલગ 13 વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર બેટરી ચોરી જતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા પંકજભાઈ દયારામભાઈ મસોત નામના યુવાને ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમની ઓફીસ પાછળ ખુલ્લામાં રાખવામાં આવેલ અલગ અલગ 13 વાહનોમાંથી કોઈ અજાણ્યો તસ્કર રૂપિયા 52 હજારની કિંમતની 13 બેટરી ચોરી કરી જતા શોધખોળ કર્યા બાદ પણ આ બેટરી ન મળી આવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

- text