વાંકાનેરના જડેશ્વર નજીક દેશી જામગરી બંદૂક સાથે એક પકડાયો

- text


મોરબી એસઓજી પોલીસે કરેલી કાર્યવાહી

વાંકાનેર : મોરબી એસઓજી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર બસસ્ટેન્ડ નજીકથી માળીયા મિયાણાના રહેવાસી આરોપીને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના બસસ્ટેન્ડ નજીકથી આરોપી જાવેદભાઈ અલ્લારખાભાઈ સંઘવાણી ઉ.25 રહે.માલાણી શેરી માળીયા મિયાણા વાળાને દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 5000 સાથે ઝડપી લઈ વાકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text