માળીયા મિયાણાના છેતરપિંડીના ગુન્હામાં 22 વર્ષથી ફરાર આરોપી પકડાયો

- text


મોરબી : માળીયા મિયાણા તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી આચરવાના ગુન્હામાં છેલ્લા 22 વર્ષથી નાસતા ફરતા આરોપી પ્રવીણ સુંદરજીભાઈ કાવર મૂળ રહે.લક્ષ્મીવાસ હાલ. બાપુનગર અમદાવાદ વાળાને મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીને આધારે ઝડપી લઈ માળીયા મિયાણા પોલીસને હવાલે કર્યો હતો.

- text