મોરબી સમાધાન બાદ આપેલ ચેક પણ રિટર્ન થતા આરોપીને 8 લાખ દંડ, એક વર્ષની કેદ

- text


મોરબી : મોરબીમાં ચેક રિટર્ન કેસમાં સમાધાન થયા બાદ આપવામાં આવેલ 5.50 લાખનો ચેક પણ રિટર્ન થતા અદાલતે કડક રૂખ અપનાવી સુરતના રહેવાસી આરોપીને 8 લાખનો દંડ ફટકારી એક વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરી દંડની રકમમાંથી ફરિયાદ પક્ષને રૂપિયા 7,23,250 ચૂકવવા હુકમ કર્યો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાનક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે સુરત રહેતા આરોપી ભરતકુમાર ધીરુભાઈ ભાવસાર વિરુદ્ધ ચેક રિટર્ન અંગે કેસ કર્યા બાદ સમાધાન પેટે આરોપી ભરતકુમાર ધીરુભાઈ ભાવસારે રૂપિયા 5,50,000નો ચેક આપ્યો હતો. જે ચેક પણ રિટર્ન થતા આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન અંગે કેસ દાખલ કરવામાં આવતા નામદાર મોરબી અદાલતે કડક રૂખ અપનાવી આરોપી ભરતકુમાર ધીરુભાઈ ભાવસારને આઠ લાખનો દંડ ફટકારી દંડની રકમમાંથી રૂપિયા 7,23,250 ફરિયાદી મયૂરભાઈને ચૂકવવા હુકમ કરી આરોપી ભરતકુમાર ધીરુભાઈ ભાવસારને એક વર્ષની કેસની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ ગૌતમ વરિયા તથા બી.કે.ભટ્ટ રોકાયા હતા.

- text