વાંકાનેરમાં દેશી જામગરી બંદૂક સાથે એક પકડાયો 

- text


વાંકાનેર : મોરબી જિલ્લામાં હથિયાર પકડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ગઈકાલે ત્રણ હથિયાર ઝડપાયા બાદ મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે વાંકાનેરમાં દરોડો પાડી એક શખ્સને દેશી જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતા આરોપી હાજીભાઇ ઇબ્રાહિમભાઇ મોવર ઉ.35 નામના શખ્સને મોરબી એસઓજી ટીમે પંચાસર ચોકડી પાસે આવેલ મચ્છુનદીના પુલની નીચેથી દેશી બનાવટની જામગરી બંદૂક કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

- text

- text