મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને 12 વર્ષની કેદ

- text


ભોગ બનનારને 3 લાખનું વળતર તેમજ આરોપી દંડની રકમ ભરે તે 20 હજારની રકમ ચૂકવવા આદેશ

મોરબી : મોરબીના શકત શનાળા વિસ્તારમાં રહેતી સગીરાનું વર્ષ 2019માં અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં સ્પેશિયલ જજ અને એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટે નરાધમ આરોપીને 12 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે, આ કેસમાં આરોપીના બનેવીને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરાયો છે.

આ કેસની ટૂંકી વિગત જોઈએ તો મોરબીના શક્ત શનાળા વિસ્તારમાં રહેતી સગીરાને વર્ષ 2019માં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યા લગ્નની લાલચ આપી બદકામ કરવાને બહાને અપહરણ કરી નવલખી રોડ ઉપર આવેલ ચરમરીયાદાદાના મંદિર નજીકના વિસ્તારમાં લઈ ગયા બાદ આરોપીના બનેવી બિપિન પ્રવીણભાઈ રત્નોતરે રૂમની વ્યવસ્થા કરી આપતા આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાએ ભોગ બનનાર સગીર હોવાનું જાણવા છતાં દુષ્કર્મ ગુજારતા બનાવ અંગે સગીરાના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં દુષ્કર્મ અંગેનો કેસ નામદાર મોરબી સ્પેશિયલ જજ અને એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટેમાં ચાલી જતા સરકારી વકીલ નીરજ ડી.કરિયાની ધારદાર દલીલો સાથે 16 મૌખિક અને 25 દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાને કોર્ટે 12 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકારતો હુકમ કરી આરોપીના બનેવીને મદદગારી બદલ શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કરી ભોગ બનનારને રૂપિયા 3 લાખ વળતર ઉપરાંત આરોપી દંડ ભરે તે રૂપિયા 20 હજારની રકમ મળી 3.20 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.

- text