હીટવેવ જેવી સ્થિતિ વચ્ચે મોરબીના નાગરિકોને લુ થી બચવા આરોગ્ય વિભાગનો અનુરોધ

- text


મોરબી: ભારતીય હવામાન વિભાગની યાદી મુજબ ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા રહેલી છે. જે અનુસંધાને મોરબી જીલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. આવા સંજોગોમાં લુ લાગવાની શક્યતા વધુ રહે છે. વધુ પડતી ગરમીના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક)કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં બનવા પામે છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે. અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબજ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી.

લુ લાગવાના લક્ષણો

શરીર અને હાથ પગ દુઃખવા, માથું દુઃખાવુ, શરીરનું તાપમાન વધી જવું, ખુબજ તરસ લાગવી, ગભરામણ થવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી.

- text

લુ લાગવાથી બચવાના ઉપાયો

ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો. જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું. બહાર હોય ત્યારે દિવસ દરમિયાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત,નાળીયેરનું પાણી,ઓ.આર.એસ.વગેરે પુષ્કળ પ્રમાણમાં પીવા જોઇએ.

નાના બાળકો, સગર્ભા માતા,વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી. ગરમીમાં બજારમાં મળતો ખુલ્લો,વાસી ખોરાક ખાવો નહિ. બજારમાં વેચતા બરફનો ઉપયોગ ટાળવો. સામાજિક પ્રસંગે દૂધ માવામાં બનાવેલ ખાદ્યપદાર્થો ખુલ્લા કે વધુ સમય પડતર રહેલ હોય તે ખાવા નહિ. તાજા ફળોના રસનું સેવન કરવું.

- text