સુવિધા આંગળીના ટેરવે ! મતદારો માટે વિવિધ એપ્લિકેશનો – પોર્ટલ શરૂ

- text


મોરબી જિલ્લાના મતદારો માટે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એપ્લિકેશન્સ ઉપયોગી બનશે

મોરબી : મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા લોકશાહીના પર્વ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.બી.ઝવેરીએ જણાવ્યું હતું કે ચૂંટણી અન્વયે નિષ્પક્ષ મતદાન થાય તથા તમામ નાગરિકો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી પંચના દિશા નિર્દેશ અનુસાર જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ છે. લોકશાહીના આ અનેરા અવસરમાં સહભાગી થવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવા મતદારોમાં ચૂંટણી કાર્ડ અંગે, મતદાર યાદીમાં નામ અંગે તથા મતદાન મથક અને બૂથ લેવલ ઓફિસર(BLO) જેવા ઘણા પ્રશ્નો ઉદભવતા હોય છે. ECI દ્વારા મતદારો તેમજ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની એપ્લીકેશન્સ ઉ૫લબ્ધ કરાવવામા આવેલ છે. જે પૈકી KYC, Saksham, VHA, Suvidha Candidate તથા cVIGIL જેવી એપ્લીકેશન્સ દરેક મતદારો તેમજ ઉમેદવારો માટે ઉપયોગી સાબીત થાય છે.

મોરબી જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લોકો માટે વોટર હેલ્પલાઇન એપ(VHA) ઉપયોગી નીવડશે, વોટર હેલ્પલાઇન એપ એ મતદારોના અનેક સવાલોનું ડિજીટલ સમાધાન અને સમસ્યાઓનું ‘વન સ્ટોપ સોલ્યુશન’ છે.આ એપ પરથી નવા મતદાર તરીકે અરજી માટેનું ફોર્મ, ટ્રાન્સફર અથવા શિફ્ટિંગ માટેનું ફોર્મ, મતદાર યાદીમાંથી નામ કમી કરાવવા માટેનું કે સુધારા માટેનું ફોર્મ વગેરે જેવાં ફોર્મ ભરીને અરજી કરી શકે છે. મતદારો મતદાર યાદીમાં તેમનું નામ ચકાસી શકે છે. મતદારો તેમના મતદાન મથકની વિગતો સહિત તેમના BLO(બૂથ લેવલ ઓફિસર)/ERO(ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર્સ)ની વિગતો મેળવી શકે છે. મતદાતાઓ આ એપ પરથી e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) પણ ડાઉનલોડ કરી શકે છે. ડુપ્લીકેટ e-EPIC(ઈ – ઇલેક્શન ફોટો આઈડેન્ટિટી કાર્ડ) મેળવી શકે છે.પોતાની અરજીની સ્થિતિ ચકાસી શકે છે. અરજી કરેલ ફોર્મ સેવ કરી શકાય છે.ફરિયાદ કરી શકાય છે તથા કરેલી ફરિયાદની સ્થિતિ જોઈ શકાય છે. ઉમેદવારની પ્રોફાઈલ અને એફિડેવિટ મેળવી શકાય છે, ડાઉનલોડ કરીને શેર કરી શકાય છે તેમજ ચૂંટણી પરિણામો મેળવી શકાય છે.

- text

KYC (Know Your Candidate) Application પણ મહત્વની છે, KYC App ૫ર ઉમેદવારોને નામથી શોઘી શકાય છે તથા જોઇ શકાય છે.KYC App ૫ર ઉમેદવારોના તેમની ઉમેદવારી ૫ત્ર સંબંઘિત માહિતી, સોગંદનામાની વિગતો (ઉમેદવારોના ગુનાહિત ભૂતકાળની માહિતી) સહિત ઉ૫લબ્ધ છે.ઉપરાંત Saksham Applicationમાં PwD મતદાર તરીકે નામ અંકિત કરાવવું. વ્હીલચેર માટે વિનંતી કરવી.સહાયક માટે વિનંતી કરવીમતદારયાદીમાં નવું નામ નોંધાવવું/નામ રદ કરાવવું/સુધારા-વધારા કરવા સ્થળાંતર માટે આ one- stop solution છે.

સાથે જ Suvidha Candidate Application ઉપર ભારતીય ચૂંટણી પંચ ચૂંટણીના સમયગાળા દરમિયાન ઉમેદવારો માટે નામાંકન, પરવાનગી અને મીડિયા પ્રમાણપત્ર ભરવા માટેની પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યું છે. નોમિનેશન, પરવાનગીઓ અને મીડિયા સર્ટીફીકેશન ENCORE નામની વેબ એપ્લિકેશન દ્વારા ફાઇલ કરવામાં આવે છે. ઉમેદવાર માટે સ્થિતિ અને અપડેટ્સ તપાસવા માટે તેને સુલભ બનાવવા માટે તેમની અરજી માટે સુવિધા ઉમેદવાર એપ બનાવી છે. આ મોબાઈલ એપ ઉમેદવારોને તેમના નોમિનેશન, પરવાનગીઓ અને ENCORE મારફતે ફાઇલ કરેલ મીડિયા એપ્લિકેશનની સ્થિતિ તપાસવાની મંજૂરી આપે છે.

જયારે cVIGIL Application ઉપર આદર્શ આચારસંહિતા ભંગની ફરીયાદ માટે તેમજ ચૂંટણી દરમિયાન નાણાં ની હેરફેર, વહેંચણી, દારૂ, નાગરિકોને અપાતાં વિવિધ ગેરકાયદેસર પ્રલોભનો વિશે પણ ફરિયાદ કરી શકાશે, આ એપથી નાગરિક ત્રણ માધ્યમથી એટલે કે ફોટો, વિડીયો અને ઓડિયો જેવા વિકલ્પથી ફરિયાદ નોંધાવી શકશે. નાગરિક દ્વારા અનામી રૂપે પણ આ ફરિયાદો નોંધાવી શકાશે. જેનો નિકાલ ફક્ત ૧૦૦ મીનીટમાં કરવામાં આવશે. ફરિયાદ નોંધાવવા માટે નાગરિકે તમનું GPS શેર કરવાનું થશે તમામ એપ ડાઉનલોડ કરવા માટે ગુગલ પ્લે સ્ટોરમાં https://play.google.com/store/apps/details?id=in.nic.eci.cvigil&hl=en&gl=US એપલ એપ સ્ટોર માટે: https://apps.apple.com/in/app/cvigil/id1455719541

એપ્લિકેશનની ઉપયોગીતા અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના યથાર્થ ઉપયોગ થકી નિષ્પક્ષ ચૂંટણી માટે વિવિધ એપ્લિકેશનો અને પોર્ટલ ખૂબજ ઉપયોગી સાબીત થઈ રહ્યા છે. દરેક મતદારો અને ઉમેદવારોએ આ અત્યંત ઉપયોગી એપ્લિકેશનો પર રજિસ્ટ્રેશન કરીને પોતાનું એકાઉન્ટ બનાવવું જોઈએ, જેથી કરીને તેઓ મતદાન તથા ચૂંટણી સંબંધિત અનેકવિધ સુવિધાઓ પોતાના આંગળીના ટેરવે મેળવી શકે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇ પણ સમસ્યા વગર સહભાગી થઈ શકે છે.

- text