માળીયા મિયાણાના હરીપર ખાતે અગરિયા પરિવારોનું સ્વાસ્થ્ય ચેક કરાયું

- text


બાળકોને, કિશોરીઓને, સગર્ભાઓને નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરાયું

મોરબી: માળીયા મિયાણા તાલુકાના અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા અગરિયા પરિવારના બાળકોને, કિશોરીઓને, સગર્ભાઓનું સ્વાસ્થ્ય ચકાસી નાસ્તો અને ટી.એચ.આરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

માળીયા મિયાણા તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા હરીપર અગર વિસ્તારમાંં સીડીપીઓ ઉષા બેન, સુપરવાઇઝર રંજન બેન સહિત આંગણવાડી વર્કર બહેનો મુકતાબેન અને સરોજબેન તથા મોરબી જિલ્લાના અગરીયા હિતરક્ષક મંચના કોઓડીનેટર મારૂતસિંહ બારૈયાના સહયોગથી માળીયા તાલુકાના અગરના બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ માળીયા દ્વારા તમામનું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવી હતી.

- text