મોરબી જિલ્લામાં દેશી બંદૂકો સાથે ત્રણ શખ્સો ઝડપાયા

- text


વાંકાનેર તાલુકામાં બે અને ટંકારા તાલુકામાં એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે દબોચી લેતી એલસીબી અને એસઓજી

મોરબી : મોરબી એલસીબી અને એસઓજીની ટીમે વાંકાનેર તાલુકામાંથી બે અને ટંકારા તાલુકામાંથી એક મળી કુલ ત્રણ શખ્સોને દેશી બનાવટની બંદૂકો સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢુંવા રોડ પર આવેલ ઇટાલીકા કારખાના પાસેથી સમીરભાઈ ખમીશાભાઈ કાતીયાર ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. રાજકોટ ભગવતીપરા જયપ્રકાશનગર ભારત પાન વાળી શેરી રાજકોટવાળાને ગેરકાયદેસર દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-૧ સાથે પકડી પાડ્યો છે. આ સાથે એલસીબીએ વાંકાનેર તાલુકાના ભલગામ ગામના બસસ્ટેન્ડ પાસેથી રોડ ઉપરથી નેકમામાદ ઇબ્રાહીમભાઇ ભટ્ટી ઉવ-૬૬ રહે.વાંકાનેર મીલપ્લોટ, ફારૂકી મસ્જીદની પાછળ તા.વાંકાનેરવાળાને દેશી હાથ બનાવટના લોખંડના કટ્ટા સાથે પકડી પાડ્યા છે.

- text

જ્યારે એસઓજીએ ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડી, સમા હોટલ પાસે રોડ ઉપરથી રજાક ઉર્ફે કલો હસનભાઈ મકવાણા ઉ.વ.૩૭ રહે.ટંકારા પી.ડબલ્યુ.ડી.ના બંગલાની પાછળવાળાને દેશી હાથ બનાવટની પીસ્તોલ સાથે પકડી પાડ્યો છે.

- text