ટંકારાના છત્તર ગામે યુવતી સાથે ફોનમાં વાત કરવાનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવક ઉપર હુમલો

- text


ટંકારા : ટંકારા તાલુકાના છત્તર ગામે રહેતા યુવક ઉપર દીકરી સાથે ફોનમાં વાત કરવાનું મનદુઃખ રાખી ગામમાં જ રહેતા ત્રણ શખ્સો દ્વારા લોખંડના પાઇપ વડે હુમલો કરતા ટંકારા પોલીસ મથકમાં ત્રણેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના છત્તર ગામે રહેતા રાજેશભાઈ ઉર્ફે રજુ દેવજીભાઈ સારેસા યુવતી સાથે મોબાઈલ ફોનમાં વાત કરતો હોય જેનું મનદુઃખ રાખી ગત તા.24ના રાત્રીના છત્તર ગામે આવે હનુમાનજીના મંદિરે પ્રગટાવેલ હોળી પાસે ઉભો હતો ત્યારે આરોપી ભરતભાઈ અરવિંદભાઈ રાઠોડ, વિનોદભાઈ બાલાભાઈ રાઠોડ તથા રોહિતભાઈ વિનોદભાઈ રાઠોડ રહે.તમામ છત્તર ગામવાળા ત્યાં આવીને રાજેશભાઈ ઉર્ફે રાજુ સાથે ઝપાઝપી કરી ગાળો આપી લોખંડના પાઇપ વડે માથાના ભાગે એક ઘા માર્યો હતો તથા ત્રણેય મળીને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાની આ ઘટનામાં રાજેશભાઈ ઉર્ફે રાજુને હુમલામાં માથાના ભાગે બે ટાકા આવ્યા હતા. બનાવ મામલે રાજેશભાઈ ઉર્ફે રાજુએ ટંકારા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપીઓ સામે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કામગીરી હાથ ધરી હતી.

- text

- text