મોરબીના ગાળા નજીક દેશી દારૂ ભરેલી કાર પલ્ટી, ત્રણ ઝડપાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામ નજીક સ્વીફ્ટ કાર પલ્ટી જતા કારમાં ભરેલ દેશી દારૂની રેલમછેલ થતા પોલીસે 120 લીટર દેશી દારૂ સાથે નાની-મોટી ઈજાઓ થયેલ ત્રણ ઈસમોને સ્થળ ઉપરથી ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ ધુળેટીના તહેવાર અનુસંધાને પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગાળા-સાપર રોડ ઉપર ખેતરમાં સ્વીફ્ટ કાર પલ્ટી ખાઈ ગયા બાદ કારની બાજુમાં ત્રણ શખ્સો ઈજાગ્રસ્ત હાલતમાં ત્યાં બેઠા હોય, કાર ચેક કરતા પ્લાસ્ટિકના બાચકામાંથી 120 લીટર દારૂ મળી આવતા આરોપી વસીમ અનવરભાઇ માલાણી, રહે. કાંતિનગર માળીયા ફાટક પાસે મોરબી, સુલેમાન અયુબભાઇ પારેડી રહે.ચીખલી તા.માળીયા(મીં) અને મનિષભાઇ ઉર્ફે મોન્ટુ રાજુભાઇ મકવાણા રહે.પીપળી રોડ મનિષ કાંટા પાછળ મુળ રહે.પોપટપરા, જુની મીલ પાછળ, સુરેન્દ્રનગર વાળાને રૂપિયા 1 લાખની કાર તેમજ 2400ની કિંમતના દેશી દારૂ સાથે અટકાયતમાં લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text