ટંકારા નજીક સરકારી વાહન હડફેટે વૃદ્ધના મૃત્યુ મામલે ફરિયાદ નોંધાઈ

- text


ટંકારા : ટંકારા લતીપર રોડ ઉપર જબલપુર ગામના પાટિયા નજીક જીજે-03-જી-1828 નંબરની સરકારી ટાટા સુમોના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન ચલાવી ગત તા.16 માર્ચના રોજ રાત્રીના સમયે પોતાનું વાહન ડિવાઈડર કુદાવી રોન્ગ સાઈડમાં પલ્ટી ખવડાવી સામેથી આવતા બાઈક ચાલક સાલેમામદ ઓસમાણભાઇ કેર ઉ.50ને હડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવતા બનાવ અંગે મૃતકના પુત્ર ઇમ્તીયાજભાઇ સાલેમામદભાઇ કેર રહે. હાલે ટંકારા પોલીસ સ્ટેશન પાછળ સંધીવાસ તા.ટંકારા જી.મોરબી મુળ ગામ.મોટી સુળધ્રો તા.અબડાસા જી.ભુજ (કચ્છ) વાળાની ફરિયાદને આધારે આરોપી સરકારી ટાટા સુમોના ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- text