દો બુંદ જિંદગી કે : આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ

- text


રસીકરણના મહત્વ અને જાહેર આરોગ્યમાં તેની ભૂમિકાથી લોકોને માહિતગાર કરવા આ દિવસ ઉજવાય છે

ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયો અન્વયે આ દિવસ મનાવાય છે

મોરબી : છેલ્લા કેયલાક દાયકામાં રસીકરણ દુનિયાભરમાં જીવલેણ બિમારીઓથી લડવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર બની ગયું છે. હાલના સમયમાં વેક્સિન દ્વારા નિભાવામાં આવેલી ભૂમિકાને નજરઅંદાજ કરી શકાય નહીં. રાષ્ટ્રીય રસીકરણ દિવસ એટલે કે નેશનલ વેક્સિનેશન ડે દર વર્ષે 16 માર્ચે મનાવવામાં આવે છે. માનવ જીવનમાં રસીકરણનું મહત્વ અને જાહેર આરોગ્યમાં તેની ભૂમિકાથી લોકોને માહિતગાર કરવા માટે રાષ્ટ્રીય રસીકરણ દિવસ ઉજવાય છે.

વર્ષ 1995માં આજના દિવસે ભારતમાં મોંમાં પોલીયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. 16 માર્ચ, 1995ના દિવસે પહેલી વાર દેશમાં જીવનરક્ષક પોલિયો વેક્સિનેશન આપવાનું આવ્યું હતું. નેશનલ વેક્સિનેશન ડે ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ એક ઉલ્લેખનીય પહેલ હતી. કાર્યક્રમ અનુસાર 0થી 5 વર્ષના બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપાં (દો બુંદ જિંદગી કે) આપવામાં આવ્યા હતા.

ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ એક મોટી સફળતા બની ગયું છે, કારણ કે, 2014માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો. ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ 2011માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો. પોલિયો કાર્યક્રમની સફળતા બાદ, ભારતમાં ટી.બી. અને ટિટનેસ જેવી બહુ ગંભીર બિમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવામાં આવ્યા છે.

- text

રસીકરણનું મહત્વ

વેક્સિનેશનને સામાન્ય બોલચાલની ભાષામાં રસીકરણ કહેવાય છે. રસીકરણ સંક્રામક રોગથી બચવા માટે ઈમ્યૂન સિસ્ટમને આર્ટિફિશિયલ રીતે એક્ટિવ કરવાની એક રીત છે. વેક્સિન માનવ શરીર માટે એક જરૂરી તત્વ છે અને તે કેટલાય રોગોથી બચવામાં માણસના શરીરને મદદ કરે છે. આ જ કારણ છે કે, એક બાળકના જન્મના તુરંત બાદ જ તેને વેક્સિન લગાવાનું શરૂ થઈ જાય છે. તેનું મહત્વ આપણને કોરોના મહામારી દરમિયાન સમજાયુ કે, ઈમ્યૂનિટીને વધારવા માટે સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસને અપનાવામાં આવી. દેશમાં હવે મોટી સંખ્યામાં વેક્સિનેશનની પ્રોસેસ ચાલી રહી છે. વેક્સિનનું મહત્વ અને તેની જરૂરિયાત દર્શાવવા માટે 16 માર્ચથી નેશનલ વેક્સિનેશન ડે મનાવામાં આવે છે.

- text