ટંકારાના લજાઈ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી

- text


મહાશિવરાત્રી નિમિત્તે યજ્ઞનું આયોજન, ભક્તો માટે મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા

ટંકારા : ટંકારાના લજાઈ પાસે આવેલા પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે આજરોજ મહાશિવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.

- text

આશરે 5000 વર્ષ જુના અને ભીમ જેની પૂજા કરતો હતો તેવા ભીમનાથ મહાદેવ મંદિરે આજે વહેલી સવારથી જ ભગવાન ભોળાનાથના દર્શનાર્થે ભક્તોની ભીડ ઉમટી છે. મહાશિવરાત્રીના દિવસે દર વર્ષે આશરે 5,000 થી વધુ ભક્તો દર્શનાર્થે પધારતા હોય છે. દર્શને આવતા ભક્તો માટે ભીમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત બપોરે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ મંદિરમાં યજ્ઞ પણ યોજાયો હતો. ત્યારે દિવસ દરમિયાન ભક્તોને દર્શન કરવા માટે પ્રમુખ મહંત સોહમદત્ત બાપુએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

- text