રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં હળવદ યુથ કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા

- text


હળવદ : કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી છે તેઓ 10 માર્ચ સુધી એટલે કે ચાર દિવસ ગુજરાતમાં ફરવાના છે.આ ન્યાય યાત્રામાં હળવદ યુથ કોંગ્રેસના હોદ્દેદારો પણ જોડાયા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો દાહોદ જિલ્લાના ઝાલોદ થી ગુરુવારે ગુજરાતમાં પ્રવેશ થયો હતો.આ ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાત ભરમાંથી કોંગ્રેસના આગેવાનોને કાર્યકર્તાઓ જોડાયા છે.જેમાં ધાંગધ્રા હળવદ વિધાનસભાના યુથ કોંગ્રેસ પ્રમુખ ગોપાલભાઈ દોરાલા,મેહુલભાઈ મજેઠીયા,ભરતભાઈ કણઝરીયા, જીગ્નેશભાઈ પીપરીયા,ઘનશ્યામભાઈ બાબરીયા,બીનલભાઈ સહિતનાઓ જોડાયા હતા.

- text

- text