મોરબી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની નિમણુંક થઈ

- text


મોરબી : ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે મોરબીનાં દીપ ભુપેન્દ્રભાઈ પટેલની (વેર્ગ -૧) અધિકારી તરીકે નિમણુક કરવામાં આવતા તેઓને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.

મોરબી જિલ્લા ના હરીપર (કેરાળા) ગામના વતની દીપ ભુપેન્દ્રભાઈ પટેલ ખૂબ સારા રાઇફલ શૂટર તરીકે રાજયકક્ષા તથા રાટ્રીય કક્ષાએ પણ સન્માનિત થયા છે અને તેજસ્વી પ્રતિભાવંત ખેલાડી તરીકે આગવી ઓળખ ધરાવે છે.તેમજ તેમના પિતા પણ સુરેન્દ્રનગર જિલ્લામાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સેવા આપી ચૂકેલ છે.તેમજ તેઓ પણ અવલ્લનંબર નાં ચુનંદા નિશાનેબાજ તરીકે આગવી ઓળખ ધરાવે છે.આમ પિતા ભૂપેન્દ્રભાઈનાં જેમ દીપ પટેલ પણ મોરબી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે પસંદગી સાથે વિધિવત ચાર્જ સંભાળી લીધેલ છે.

- text

મોરબી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે નિમણુંક થતા સાંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાતથા જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી ર્દ્વારા પણ નવનિયુક્ત હોમગાર્ડ કમાન્ડન્ટ દીપ પટેલનું પ્રસંગોચિત સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પટેલએ જણાવેલ કે મોરબી જીલ્લા હોમગાર્ડ ટીમ રાજ્ય અને દેશનાં ઉત્કૃષ્ઠ અદના સૈનિક તરીકે સમગ્ર મોરબી જીલ્લાનાં ગૌરવ રૂપ ગરિમા સાથે ઉત્તમ બની રહે તેવા તેમના પ્રેરક પ્રયાસ અને પ્રાધાન્ય રહેશે.

- text