પુલનું કામ જ નબળું થયું છે : ધારાસભ્ય કાંતિલાલનો સરકારને સ્ફોટક પત્ર

- text


મોરબી-કંડલા બાયપાસ ઉપર પુલમાં ગાબડામાં ભ્રષ્ટાચારની બદબૂ વચ્ચે કાનાભાઇ મેદાને આવ્યા

મોરબી : રાજકોટ – મોરબી હાઈવેના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાથી રોડના લોકાર્પણ પહેલા જ ગાબડાં પડી જતા ફાઇનલ પેમેન્ટ અટકાવવામાં આવ્યું છે ત્યારે આજે મોરબી- રાજકોટ રોડને જોડતા કંડલા બાયપાસ ઉપર બનેલા નવેનવા પુલમાં જોખમી ગાબડાં પડી જતા મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા મેદાને આવ્યા છે અને પુલનું કામ જ નબળું થયું હોવાનો સનસનીખેજ આરોપ લગાવી સરકારને પત્ર લખ્યો હોવાનો વિડીયો સંદેશ જારી કરતા ચકચાર જાગી છે.

- text

શુક્રવારે મોરબી રાજકોટ હાઈવેને જોડતા મોરબી કંડલા બાયપાસ ઉપર મચ્છુ નદી ઉપર તાજેતરમાં જ બનાવવામાં આવેલા મહાકાય પુલમાં મસમોટું ગાબડું પડી જતા મોરબી માળિયાના સજાગ ધારાસભ્ય કાંતિલાલ મેદાને આવ્યા છે અને વીડિયો સંદેશ મારફતે મોરબી કંડલા બાયપાસ પુલના કામ જ નબળું થયું હોવાનું જણાવી સરકારને આ મામલે પત્ર લખ્યો હોવાનું તેમને જાહેર કર્યું હતું.

વધુમાં કાંતિ અમૃતીયાએ જણાવ્યું હતું કે મોરબી -રાજકોટ હાઇવેના કામમમાં પણ નબળી ગુણવતા વાળું કામ થયું હોય ફાઇનલ પેમેન્ટ અટકાવી દઈ તપાસ કરવા માટે તેઓએ માંગણી કરવાની સાથે મચ્છુ નદી ઉપર તાજેતરમાં જ બનેલા પુલમાં ગાબડાં પાડવા અંગેની જાણ થતા અધિકારીને તાત્કાલિક તપાસ માટે દોડાવ્યા હોવાનું લોકોને જણાવ્યું હતું.

- text