સિરામિક રો મટીરીયલ પ્રશ્ને ઉદ્યોગકારો સાથે બેઠક યોજતા રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી

- text


 

લોકસભા ચૂંટણી બાદ બન્ને રાજ્યો વચ્ચે રેલવે દ્વારા રો મટીરીયલ ગુડ્સ ટ્રેન શરૂ કરવા માંગ

મોરબી : વિશ્વના બીજા નંબરનો સૌથી મોટો મોરબીનો સીરામીક ઉદ્યોગ મોટાભાગનું રો-મટીરીયલ રાજસ્થાનથી મંગાવે છે ત્યારે હાલમાં કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જીન સરકારના રાજમાં રાજસ્થાનમાં પણ ભાજપનું શાસન આવતા ત્રિપલ એન્જીનનો ત્રણ ગણો લાભ મોરબીને મળે તેવી આશા સાથે આજે ટંકારા નજીક એક હોટલમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી સાથે મોરબીના સીરામીક ઉદ્યોગકારોને મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ સીરામીક ઉદ્યોગને રાજસ્થાનથી આવતા રો-મટીરીયલમાં મુશ્કેલી નિવારવા આગામી લોકસભા ચૂંટણી બાદ રેલવે પરિવહન સુવિધા વધારવા ઉપર ભાર મુક્યો હતો.

આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત રાજકોટ, જામનગર અને પોરબંદર લોકસભા બેઠકની જવાબદારી રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીને સોંપવામાં આવી હોય આજે તેઓ રાજકોટ આવ્યા હતા અને બાદમાં ટંકારા ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું જ્યાં રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારીએ મોરબીના અગ્રણી સીરામીક ઉદ્યોગપતિ અને મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ કિરીટીભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઊંઘરેજા અને અનિલભાઈ સહિત 25થી 30 જેટલા અગ્રણીઓ સાથે ખજૂરા હોટલ ખાતે બેઠક યોજી હતી જેમાં રાજસ્થાનથી મોરબી આવતા રો-મટીરીયલ મામલે ચર્ચા વિચારણા કરી હતી અને લોકસભા ચૂંટણી બાદ સીરામીક ઉદ્યોગકારોને રાજસ્થાન આવવા આમંત્રણ તેઓએ પાઠવ્યું હતું.

- text

વધુમાં ટંકારા ખાતે રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયાકુમારી અને સીરામીક ઉદ્યોગકારો સાથેની આ બેઠકમાં હાલમાં મોરબીના સીરામીક ઉદ્યોગમાં 60થી 70 ટકા રો-મટીરીયલ રાજસ્થાનથી આવતું હોય રેલવે મારફત રો-મટીરીયલ આવે તો મોરબીને મોટો ફાયદો મળે તેમ હોય ગુજરાત અને રાજસ્થાન સરકાર આ બાબતે વિચારણા કરી નવો પરિવહન કોરિડોર મોરબીને ઉપયોગી તેઓ રેલવે રૂટ આપવા અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

- text