મોરબી નગરપાલિકાને સફાઈના સાધનો માટે રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવતા કલેકટર 

- text


પાલિકાની 15 દિવસની સફાઈ ઝુંબેશમાં દરરોજ સવારે 323 અને રાત્રે 65 સફાઈકર્મીઓ દ્વારા 25 ટન કચરાનો કરાયો નિકાલ 

મોરબી : મોરબી નગરપાલિકાને સફાઇના સાધનો માટે જિલ્લા કલેકટર દ્વારા રૂ.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. તો બીજી તરફ પાલિકાએ અત્યારે સફાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 15 દિવસની સફાઈ ઝુંબેશમાં દરરોજ સવારે 323 અને રાત્રે 65 સફાઈકર્મીઓ દ્વારા 25 ટન કચરાનો નિકાલ કરવામાં આવતો હતો.

મોરબી નગરપાલિકા દ્વારા 15 દિવસ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં 323 સફાઈ કર્મચારીઓ તથા રાત્રીના 65 સફાઈ કર્મચારીઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોની સફાઈ કરવામાં આવતી હતી. દરરોજ અંદાજીત 25 ટન વધુ કચરાનો નિકાલ કરવામાં આવતો હતો. વધુમાં સુરજબાગ, ગઢની રાંગ, આસ્વાદ પાન અને દરબાર ગઢ પર ટ્રેકટર ટ્રોલી કચરો નાખવા માટે મુકવામાં આવી છે. આ ઉપરાંત સફાઈ કર્મીઓને 103 હાથ લારી અપાઈ છે.

- text

બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા આયોજનમાંથી નગરપાલિકાને રૂ. 50 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી સફાઈ માટેના તથા ભૂગર્ભ ગટરના સાધનો ખરીદવામાં આવશે. ગ્રાન્ટમાંથી ટેન્ડર પ્રક્રિયા શરૂ પણ કરી દેવામાં આવી છે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું છે.

- text