નકલીનો જમાનો ! હળવદ યાર્ડના વેપારીનું નકલી જીરું પકડાયું

- text


હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલર વાળી વરિયાળી મિક્સ કરી પાટડી યાર્ડમાં વેચવા જતા પકડાયો : 142 મણ ભેળસેળીયું જીરું સીઝ કરી નમૂના લેવાયા

હળવદ : ગત વર્ષે હળવદમાંથી નકલી વરિયાળીનું કૌભાંડ ઝડપાયા બાદ આજે હળવદ માર્કેટિંગ યાર્ડનો વેપારી જીરામાં કલર વાળી વરિયાળી મિક્સ કરી સુરેન્દ્રનગરના પાટડી યાર્ડમાં વેચવા જતા પકડાઈ ગયો હતો. પાટડી યાર્ડ સતાવાળાઓએ 142 મણ ભેળસેળીયું જીરું સીઝ કરી નમૂના લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે હળવદના વેપારીએ ગઈકાલે હળવદ યાર્ડમાં જ આ જીરું વેંચતા પકડાયો હતો છતા માત્ર નોટિસ આપી જવા દેવાયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા ધર્મ એન્ટરપ્રાઈઝના સંચાલક દ્વારા ગઈકાલે બુધવારે હળવદ યાર્ડમાં ઉંચા ભાઈ વેંચતા જીરુમાં કલરવાળી વરિયાળી મિક્સ કરી બે ઢગલા હરરાજીમાં મુક્ત અન્ય વેપારીના ધ્યાને આવતા ભાંડો ફૂટતા આનું આ જીરું સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી માર્કેટિંગ યાર્ડમાં સવારામ ટ્રેડિંગ કંપનીમાં ઉતારતા જ વેપારીએ જીરું શંકાસ્પદ લગતા યાર્ડ સત્તાવાળાઓને જાણ કરતા આ શંકાસ્પદ જીરુંના નમૂના લેવડાવી 142 મણ ભેળસેળીયું જીરું કબ્જે કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

બીજી તરફ હાલમાં માર્કેટિંગ યાર્ડમાં વરિયાળી પ્રતિમણ રૂપિયા 1200થી 1500ના ભાવે વેચવામાં આવે છે જેની સામે જીરું પ્રતિમણ રૂપિયા 4000થી 5100ના ભાવે વેચાતું હોય ભેજાબાજ વેપારીએ વરિયાળીમાં કલર કરી જીરામાં ખપાવવા પ્રયાસ કરતા પાટડી યાર્ડની ઝપટે ચડ્યો હતો. જો કે, હળવદ યાર્ડના સત્તાધીશો શંકાના દાયરામાં આવી ગયા છે જો હળવદ યાર્ડના સતાવાળાઓએ ગઈકાલે આ જીરું પકડી પાડ્યું હોત તો આજે સુરેન્દ્રનગરના પાટડી સુધી આ જીરું ન પહોંચ્યું હોત તેવું ખુદ વેપારીઓ જણાવી રહ્યા છે.

- text