હળવદના શિશુ મંદિરમાં કાલે શુક્રવારે ભૂલકા મેળો

- text


હળવદ : હળવદના સરા રોડ ઉપર આવેલ શિશુમંદિર ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને આઇસીડીએસ વિભાગ દ્વારા કાલે શુક્રવારે સવારે 10 વાગ્યે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષણની વાત અને વાલીઓ સાથે સંવાદ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી અને મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ઉપસ્થિત રહેશે.

- text