રાહત ! ગુજરાત ગેસ નેચરલ ગેસનો ભાવ ઘટાડશે

- text


મોરબી સીરામીક એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે gspcના mdને રૂબરૂ રજુઆત કરતા ભાવ ઘટાડાની ખાતરી અપાઈ

મોરબી : આંતરરાષ્ટ્રિય બજારમાં ગેસના ભાવ ઘટતા આજે મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત ગેસના એમડીને રૂબરૂ મળી ભાવ ધટાડો કરવા માંગ સાથે રજુઆત કરતા જીએસપીસી દ્વારા ભાવ ઘટાડવા ખાતરી અપાઈ હતી.

આજરોજ ગાંઘીનગર ખાતે ગુજરાત ગેસના એમડી મીલીન તોરવણે સાથે મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, કીરીટભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા તેમજ પોલીપેકના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પનારા દ્વારા રજુઆત કરતા જણાવાયું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમા ભાવ ખુબજ ઘટી ગયા હોવાથી ગેસના ભાવમાં રૂ.8 થી 10 સુધી ઘટાડવા બાબતે માંગ કરવામાં આવી હતી.

- text

વધુમાં સિરામિક એસોસીએશનની રજુઆત બાદ વિચારણા કરી ગુજરાત ગેસના એમડી તોરવણેએ આતંરરાષ્ટ્રીય ભાવને ઘ્યાનમા રાખીને સારો એવો ભાવ ઘટાડો કરવાની ખાતરી આપેલ હતી તેમજ હાલ આંતરરાષ્ટ્રીય બજારમા સ્પોટ ભાવ ખુબજ નીચા હોવાથી તેનો લાભ સીરામીક ઈન્ડસ્ટ્રીઝને લાંબા સમય સુઘી નીચા ભાવથી ગેસ મળી રહે તે માટે લોંગ ટર્મના ગેસ એગ્રીમેન્ટ કરવા બાબતે પણ ચર્ચાઓ કરેલ હતી. અબબાબતે ગુજરાત ગેસના એમડીએ લોંગ ટર્મ એગ્રીમેન્ટ માટે ટુંક સમયમા પ્રક્રીયા શરુ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

- text